ગણત્રી 

બાળકો ના બાળપણ મા, હવે કરાયું ભાગાકાર…

ભણવાની તો માંડી ગણત્રી, રમતો પણ હવે ગણાય…

માણતા ભૂલી ગયા જીવનને, ક્યાંથી ખુશ રહેવાય ?

અંકો ગણી-ગણીને ભણ્યા, આવક માટેનું ભણતર…

આવક-જાવક નો મેળ પણ, મળતો નથી પરસ્પર !

ગણીને ભણીએ અને ગણીને જણીએ બાળક આપણે,

ગણી-ગણીને કેલરી, જમીએ હવે આપણે !

મા-બાપ ની લાગણીઓ માં ગણીએ ઓછું- વધુ…

અરે! કોણે શીખવ્યું ગણવાનું આટલું બધું !

ગણીને મળવું લોકોને, મળીને એમને આંકવા …

આટલા બધા ભેગા કરીશું, રાખીશું ક્યાં આ આંકડા  ??

“આપ મુએ મર ગઇ યે દુનિયા “, ભુલી ગયા છે જાણે આપણે…

મોત પછીનાં પણ ગણીએ છીએ, વારસાના આંકડા આપણે !

“ચાલો હવે જીવનમાં ખાલી ભાવો ને ગણીએ,

દિલ માં લઇ લાગણી, ચાલો લોકોને મળીએ…

કર્યા વિના ગણત્રી, હવે રમીએ, હવે જમીએ…

ભૂલીને ગણિત દુનિયા ના, બેફામ હવે ફરીએ…

થઇએ મદદરૂપ કોઇને, એવું કશું કરીએ…”

આખરે તો,

દીધું છે હરી એ, વગર કશું ગણીએ,

ધરા, પાણી, હવા અને પ્રેમ !!


7 thoughts on “ગણત્રી 

  1. વાહ, સાનંદાશ્ચર્ય ! સૌથી પહેલાં તો પૂર્વી ગુજરાતીમાં લખી શકે છે એ જ મોટું સુખદ આશ્ચર્ય.
    ” ગણીને ભણીએ અને ગણીને જણીએ બાળક આપણે, ”
    “ચાલો હવે જીવનમાં ખાલી ભાવો ને ગણીએ, ”
    આ બન્ને પંક્તિઓ ખૂબ ગમી. મૌલિકતાની ભાત લઈને આ બે પંક્તિઓ જન્મી છે. આ બે પંક્તિઓમાં પૂર્વીનાં દર્શન થાય છે. બાકી બધું પણ સારું છે પણ ઘણે ઠેકાણે અલગ અલગ રીતે વાંચ્યું હોય એટલે વાચકને પ્રભાવિત કરવામાં વધતે ઓછે અંશે નિષ્ફળ નિવડી શકે.
    ” ગણીને ભણીએ અને ગણીને જણીએ બાળક આપણે, ”
    આ એક જ પંક્તિ એક વાર્તા સમાન છે. માત્ર આ એક પંક્તિ મૂકી હોય તો એ ઘણું ઘણું કહી જાય છે. આપણે શું હતા અને શું થઈ ગયા એની સચોટ વાત છે.
    “ચાલો હવે જીવનમાં ખાલી ભાવો ને ગણીએ, ”
    અહીં ખાલી ભાવોને ગણવાની વાત છે. ખાલીપો મોટે ભાગે કોઈ ગણતું નથી. ‘સ્વ’ ને શણગારવામાં અને ‘સ્વ’ ને બીજાથી ચડીયાતા સાબિત કરવામાં આપણે કેવી કેવી રીતે ખાલી થયા છીએ એની કદાચ આપણને જ ખબર નથી ! એ જો ખાલી ભાવોને ગણીએ તો ખબર પડે.
    ” ગણીને ભણીએ અને ગણીને જણીએ બાળક આપણે, ”
    “ચાલો હવે જીવનમાં ખાલી ભાવો ને ગણીએ, ”
    આ બે પંક્તિઓ વાંચીને કંઈક નવું વાંચ્યાંનો સંતોષ થયો.

    Liked by 1 person

    1. Thank you so much હેમંત મામા ! આપનો અભિપ્રાય અને ટીપ્પણી બાબત આભાર! ગુજરાતી ના શબ્દકોષ સુધારવા માટે સલાહ આપતા રહેજો!

      Like

  2. Wah wah…atlo badho adhalak khajano man ma chhupavine rakhyo hato ? Vicharo ne vahevaa j de etle ame b aa khajano lootiye…

    Khoob saras..💓💓

    Liked by 1 person

Leave a comment