ખુલ્લા આકાશ માં ઉડજે તું, બની વિના ડોર ની પતંગ,
ખુશિઓ જે આપે અઢળક, એવા મળતા રહે તને પ્રસંગ….
સંતોષ રહે જીવનમાં, તને હર-એક સફળતા ફાવે,
અશ્રુ જો આવે આંખો મા તારી, એ ફક્ત ખુશીના આવે!
કદી એ ઓછું થાય ના, આ તારું unique પાગલપન…
ભલે વધે છે ઉંમર તારી , છતાંય, જળવાય રહે મનમાં બચપન!