શોર છે… કે તારી ડોર છે…

હળવો છે તડકો, ઠંડો મજાનો પવન,

કેટલું સોહામણું છે મોસમ આજે, પણ, મનનો મિજાજ કંઈ ઔર છે..

કરવાનાં છે કામ હજારો મારે, થશે તે એનાજ સમય થી,

એ સમજણ તો છે મને, પણ, કતારોમાં ઉભેલા એ અગણિત કામો નો, કદાચ આ શોર છે?

જીવવા માટે જીવન, જે આદરી છે આ દોટ મેં…

વહી રહ્યા છે વર્ષો આમજ… જીવન તો એક કોર છે, આ શેની ગતી નો શોર છે?

બને છે અનુચિત- અપ્રિય પ્રસંગો, હરધડી- હરરોજ,

આ દુનિયામાં… નિયતિ પર ક્યાં કોઇનું જોર છે?

લાગી જાય છે આગ જાણે મનમાં અમુક પ્રસંગો થી, શું એ ભભૂકતી આગ નો આ શોર છે?

ભય નું શું થાય? એ તો રહેવાના… ઘવાય જાય જો , હર નાના- મોટા ભય થી વિશ્વાસ મારો, તો થઇ જશે ચકનાચૂર…

વિચારો, જીવનમાં, આજે ભય નો કેટલો ભંડોળ છે!

બેસુ છું હું કરવા, જ્યારે જ્યારે ફરીયાદ તને….

જે હોય મનમાં એને રાખું જો હું એક છેડે તો, જે લખાવે છે તું – એ બીજે છોર છે!

સુન્ન થઇ જાય છે તમામ શોર મારા, હે વ્હાલા! તારી લીલા જ કંઇ ઓર છે!

શેની થઉં છું વ્યથિત હું વૃથા, જ્યારે, તારાજ હાથમાં મારી ડોર છે!

5 thoughts on “શોર છે… કે તારી ડોર છે…

  1. પૂર્વી, ન માની શકાય એ હદનું સરસ છે. મનના ભાવોને ખૂબ જ સરસ રીતે અભિવ્યક્ત કર્યા છે. વાહ, વાંચીને મજા આવી ગઈ. આનંદ , આનંદ ! આજની સવાર તારા સુંદર મજાના કાવ્યથી શરૂ થઈ એનો આનંદ છે. તું ગુજરાતીમાં લખે છે એનો આનંદ વળી અલગ છે. ઠંડી હવાની લહેરખી છે, હાથમાં ગરમ ચાયનો પ્યાલો છે અને આંખો સામે તારી કવિતા છે. બીજું શું જોઈએ ! વાહ, લખતી રહે !

    Liked by 1 person

    1. આભાર મામા, તમે જ્યારે સારું કહો તો કેટલી પ્રેરણા મળે એ કહેવું અઘરું છે ! 🙏🙏 લખવાનું ચોક્કસ ચાલુ રાખીશ!

      Like

  2. રેતી નો મહેલ કદાચ ચણો તમે…!! એમા ઉપવન નું હોવું ….સહેલુ કંઈ કામ નથી
    તન ની બદલે મન ત્યાં પહોંચે …પછી મનખા ને બાંધવો ….સહેલું કંઈ કામ નથી
    આમ તો ખૂંદયા દરિયા ઘણા ..પણ .ઝરણા ને જીલવુ ….સહેલું કંઈ કામ નથી
    બને કે વાંચું હુ વેદ ને પુરાણો …..ઉખાણું મનનું ઉકેલવું …સહેલું કંઈ કામ નથી
    સહન કરી લઉ મળે જો પીડા ….પર પીડન થી મુક્ત હોવું ….સહેલું કંઈ કામ નથી
    આવે રવિ ને પાથરે પ્રકાશ ..પણ .માંહ્યલો સૌનો ઝળહળે જ ….સહેલુ કંઈ કામ નથી

    જ્યોતિ 😊💃

    Liked by 1 person

Leave a comment