શું જોઈએ છે મને , ક્યારેક એની ખબર નથી…
જોઇએ એ મળશે, શું મટી જશે તૃષ્ણા ? તેની પણ તો ખબર નથી…
કરૂ છું કામ બધા હું ખરેખર , રાખીને કૃષ્ણ ને સમક્ષ,
કૃષ્ણ કરાવે જે કર્મ ની રમત, એ લીલા ની છતાં , કંઇ ખબર નથી…
પ્રેમ છે આપણી વચ્ચે ઘણોએ, છે એની મને પાક્કી ખાત્રી,
પણ દર્શાવવો એ કેમ, કદાચ એની જ તને કંઇ ખબર નથી …
માંગું છું હું હકથી , શું ઠીક છે એ? સાચ્ચું- ખોટું ખબર નથી …
ધરી દીધી છે ફરી આજે અરજી મારી, વ્હાલા તારી સમક્ષ ,
અરજી ને મારી, તારી મરજી ની મોહર મળશે કે નહીં,
શું જરૂરી છે એ મોહર, કરવા પુરાવો પ્રેમ નો?
…એ વાતની…ખબર નથી….
BEAUTIFUL
LikeLike
Thank you!
LikeLiked by 1 person
વાહ, મનના ભાવોની સુંદર અને કાવ્યાત્મક રજુઆત ! આવું કંઈ વાંચીએ ત્યારે આનંદ તો થાય જ , સાથે સાથે સર્જકને જાણે મળ્યા હોઈએ એવી અનુભૂતિ પણ થાય. વિચારોનાં વનમાં પ્રવેશી જવાય અને નવા નવા થઈ ગયા હોઈએ એવી લાગણી પણ થાય. વાહ !
….હેમંત કારિયા
LikeLiked by 1 person
આભાર હેમંત મામા! 🙏🏽
LikeLike