કરુ છું હું કોશિશ ઘણી, પોરવવાંં ની ભલે શબ્દો માં મારા,
વિચારો ના આ મોતી, કેમ જાણે, કલમ થી પણ મારી, છટકી જાય છે…
વહે છે આમ તો, બહુ તેજ ગતિથી, મનમાં હંમેશા છતાં,
કાગળ પર ઉતરતા, કેમ જાણે, એજ મારી ભાવનાઓ , અટકી જાય છે…
કેટલાંક તો હું મારુ છું, સાંધા, રોજે રોજ, નીત નવા,
ફરી કોઇ જગ્યા પર આવી, છતાંય , જીવન સાલું ફસકી જાય છે…
શોધવો છે હવે જલદી થી મારે, હેતુ આ જન્મ નો,
અર્થ સમજવાની કશ્મકશ માં , અનર્થ ના અંધકાર માં, અનેકો અહીં ભટકી જાય છે…