થોભ જરા, જરા વિસામો લે, થાક ભલે, પણ હાર નહી…
લાગશે ક્દાચ ડર તને, સ્વ માટે નહી, પણ સ્વજનો માટે,
અરે હશે જો રેખા જીવન ની, તો જિવીજ લઈશું , બાકી મોત થી જો ડરી અને બેસી જઈશું, ઈ ડર નો તો, કોઇ પાર નહી…
કરાવે છે કોઇ કસરતો સવારે, રમાડે છે કોઇ રમતો, ગીતો ગાઇ ને, કોઇ બહેલાવે છે મન ને, તો કોઇ કવિતા સંભળાવી આપે છે હિમ્મત,
એટલા તો એટલા સમય માટે, આવત પ્રેક્શકો ના મનમાં ,
અસુરક્ષા અને દુખ ના વિચાર નહી…
માનવી છે તું તો, લાગણીશીલ ઘણી,
એમ ના બને કે આટલા દુખ નો, પડે તારા મન ને પડકાર નહી…
લાગશે તને કદાચ, કે નજીવા, નક્કામા છે તમ સૌ ના પ્રયાસો,
પણ મગજ મા આવવા દે તું, એવા વિચાર નહી…
થોભ જરા, જરા વિસામો લે, થાક ભલે, પણ હાર નહી…
