પ્રેમ માં નાના નાના કર્યા મેં , જીવન મા બદલાવો
પ્રતિસાદ મળ્યો તારો એવો કે થયો નહી પચ્છ્તાવૉ,
નાના છમકલા જવા દીધા મેં, દીધું નહી બહુ ધ્યાન,
પણ મારા ઍ જવા દેવા થી, બંધાયું તારું અભિમાન…
એકબીજા ની કાળજી કરવી ઍ ભલે આમતો સહજ છે,
પણ જો ભુલો પડે તું, ચેતવવાનું, ઍ પણ મારી ફરજ છે,
પાર્કાઓ ની વાહવાહિ લેતો રહે તું, બની રહે ભલે મહાન,
પણ પોતાના લોકોનું આમ શું, કરતું રહેવાય અપમાન?
અહમ મા ચકનાચૂર થઈ તું, ભુલી જાય છે ભાન,
તીર થી ઉંડો ઘા કરે જે, ઍ છે કડવી જુબાન….
માનુ છું, જીવન ચલાવવા કરવા પડશે , હા, અનેકો બલિદાન,
મુકી દીધું છે ઘણું મે વ્હાલા, નહી મુકી સકુ હું સ્વમાન,
મારાથી નહી છુટે સ્વાભિમાન, મારાથી નહી છુટે સ્વાભિમાન…