ઘણાએ હતા નાનપણમાં મને, English ના અભરખા,
કેટલાક વર્ષો રહ્યા, બહુ English બોલવાના ચસરકા…
પણ ક્યારેક, ક્યારેક, Father મા પપ્પા જેવો વટ ના પડ્યો,
અને Granny થી બા જેવો હેત કદી એ ના મળ્યો…
ભાઈ શબ્દ જેટલી મસ્તી, Brother મા સમાણીજ નહીં ,
અને sister તો દીદી સામે સાવ ફિક્કી પડી ગઈ…
To- Do- Go નું કોકડું તો હજી ઉકેલયું નથી, ત્યાં તો,
સાલું આ silent letters એ આવીને, રમણે ચડાવ્યા …
અરે જે English શબ્દો ને ન્યાય ન આપી શકી,
એ ભાવનાઓ ને કેમ કરી પહોંચે?
મન ની વાતો , “English Express” મા,
ક્યારેક ચડે ઉતરે, ક્યારેક છુટી જાય…
પણ ગુજરાતી મા વિચારો ને પ્રેમ થી, કહેવાય અને સમજાય …
હશે ભલે School, કોલેજ, Office, ઇન્ટરનેટ નું માધ્યમ English, પણ…
મેણા ટોણા ની તીખાશ હોય કે અશ્રુઓ ની ભીનાશ,
કે પછી હોય હૈયુ ઠાલવ્યાની હળવાશ…
સાહેબ, પ્રેમ નો રસ , સપના ની પાંખો, અને,
અને, જિંદગી ના તાણા- વાણા,
એ તો આપણી ગુજરાતી માં જ છે ,
એ તો આપણી ગુજરાતી માં જ છે…
- પૂર્વી ગોકાણી